આયુર્વેદિક ઉપચારો : આયુર્વેદ અથવા આયુર્વેદશાસ્ત્ર એ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ એટલે કે જે શાસ્ત્રમા આયુષ્ય અને રોગનું જ્ઞાન આપવામાં આવે એ આયુર્વેદ છે. શરીર, ઇન્દ્રિય અને સત્વ(મન) અને આત્મા ના સંયોગનું નામ આયુ છે. આધુનિક શબ્દોમાં એ જ જીવન છે. પ્રાણ યુક્ત શરીરને જીવિત કહેવાય છે. આયુ અને શરીરનો સંબંધ શાશ્વત છે. આયુર્વેદમાં આ વિષયમાં વિચાર કરાયો છે. ફળસ્વરુપ એ પણ શાશ્વત છે.
આયુર્વેદિક ઉપચારો ભાગ-2 | દહીં ખાઓ અને કોલેસ્ટરોલ ઘટાડો
જે વિદ્યા દ્વારા આયુષ્યને લગતાં સર્વપ્રકારના જ્ઞાતવ્ય તથ્યોંનું જ્ઞાન મળી શકે અથવા જેને અનુસરવાથી દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય એ તંત્રને આયુર્વેદ કહેવાય. આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ માનવામા આવે છે. આ મનુષ્યના જીવિત રહેવાની વિધિ તેમ જ તેના પૂર્ણ વિકાસના ઉપાયો બતાવે છે. તેથી આયુર્વેદ અન્ય ચિકિત્સા પદ્ધતિની જેમ એક ચિકિત્સા પદ્ધતિ માત્ર નહી, પરંતુ સમ્પૂર્ણ આયુષ્યનું જ્ઞાન છે.
આ પણ વાંચો : આયુર્વેદિક ઉપચારો ભાગ-1 | અશક્તિ – નબળાઈ માટેના આયુર્વેદ ઉપચાર
આયુર્વેદનાં પ્રાચીન ગ્રંથોમાં દહીંનાં ગુણકર્મોનું ઘણું વિસતૃત નિરૂપણ થયેલું છે.દહીંનો દૈનિક આહારમાં નિયમિત ઉપયોગ કરવાથી રકતમાં રહેલા કોલેસ્ટેરોલની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે. હા, આ દહીં મલાઈ વગરનાં દૂધમાંથી બનાવેલું હોવું જોઈએ. દહીં હ્રદયને બળ આપે છે. એટલે હ્રદય રોગીઓએ મલાઈ વગરનાં દહીં કે છાશનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. દહીં મધુરઘ ખાટું, તૂરું, ઉષ્ણ,રુક્ષ અને અગ્નિ પ્રદીપ્ત કરનાર છે.
આયુર્વેદિક ઉપચારો ભાગ-2 | દહીં ખાઓ અને કોલેસ્ટરોલ ઘટાડો
વિષ, સોજા, સંગ્રહણી આંતરડાંના રોગો, પાંડુરોહ, રકતાલ્પતા, મસા- પાઈલ્સ, બરોળ, સ્પલિનના રોગો ગોળો- આફરો, મંદાગ્નિ અરુચિ, વિષમજવર, તરસ, ઊલટી, શૂળ, મેદની તકલીફ તથા કફ અને વાયુના રોગો મટાડે છે. અરુચિ તથા નાડીઓમાં અવરોધમાં હિતકારી છે. આયુર્વેદના ગ્રંથોમાં તો દહીંનાઉપર્યુંકત ઘણા ગુણકર્મો દર્શાવાયા છે. પ્રાચીન ચિકિત્સકો અને મહર્ષિઓ આ વાત જાણતા હતા એટલે દહીંને પવિત્ર ગણી તેને પાંચ અમૃતો એટલે કે ‘પંચામૃત’માં સ્થાન આપ્યું છે.
આયુર્વેદિક ઉપચારો ભાગ-2 | દહીં ખાઓ અને કોલેસ્ટરોલ ઘટાડો
પૂર્વે આપણે ત્યાં અતિથિઓ અને મહેમાનનું સ્વાગત દહીં કે છાશ – લસ્સી પીવા આપીને કરવામાં આવતું. આ કારણથી પાચનતંત્ર સબળ અને સક્રિય રહેતું. આજે આ દહીંનું સ્થાન ‘ચા’ એ લીધું છે. અત્યારે આપણે ત્યાં અમ્લપિત્ત – એસિડિટી, અલ્સર, ગેસ, મંદાગ્નિ અને અરુચિનું પ્રમાણ પહેલાં કરતાં વધ્યું છે. પહેલાં આપણે ત્યાં દહીંનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો. છાશની પરબો ચાલતી, પરંતુ અંગ્રેજોના શાસનકાળથી પશ્ચિમી રીતરિવાજોનાં આંધળાં અનુકરણ સાથે દહીં, છાશ પીવાનો આપણો મૂળ સ્વાસ્યપ્રદ રિવાજ મૃતપ્રાય થઈ ગયો અને પરિણામે છેલ્લાં સો વર્ષથી આપણે ત્યાં પાચનતંત્રના શોગો અને હ્રદય રોગોનું પ્રમાણ વધ્યું છે.
આ પણ વાંચો : What Is the Normal Body Temperature Range? | 3 Important Facts you should know
આમ તો દહીં બધા માટે ફાયદાકારક છે પરંતુ આયુર્વેદના અનુસાર તેને રાત્રે ખાવાનું ટાળવું જોઇએ. રાત્રે દહીં શરીરમાં કફ દોષ વધારે છે. આયુર્વેદનું માનીએ તો રાત્રે આપણા શરીરમાં કફની પ્રાકૃતિક પ્રબળતા વધી જાય છે. એટલા માટે રાત્રે દહીંનુ સેવન ન કરવું જોઇએ. કારણ કે આ સમસ્યાને વધારે છે જેનાથી પેટના રોગ થશે.
દહીં ટેસ્ટમાં ખાટું, તાસીરમાં ગરમ અને પચાવવામાં ભારે હોય છે. આ ગેસ, તાકાત, કફ, પિત્ત, પાચનશક્તિ વધારે છે. શરીરમાં સોજો વગેરે હોય તો, દહી ખાવાથી હંમેશા બચવું જોઇએ કારણ કે આ સોજાને વધારે છે. ધ્યાન આપો કે આ વાત ફક્ત ખાટા દહીં ખાવા વિશે કહેવામાં આવતી નથી.
આયુર્વેદિક ઉપચારો ભાગ-2 | દહીં ખાઓ અને કોલેસ્ટરોલ ઘટાડો
ખાટું દહીં ક્યારેય ગરમ કરીને ન ખાવું જોઇએ, દહીંને ફક્ત રાત્રે જ નહી, પરંતુ વસંત ઋતુમાં પણ ખાવું ન જોઇએ. પેટની સમસ્યા હોય કે પછી પેશાબ સંબંધિત સમસ્યા, દહીંને મધ, ઘી, ખાંડ અને આંબળાની સાથે ખાવાથી રાહત મળે છે.
જો તમને પાચનની સમસ્યા હોય તો તમારે 1 વાટકી દહીંમાં સ્વાદ મુજબ કાળા મીઠું અને એક ચપટી શેકેલું જીરું નાખું આ મિક્ષણને ખાવું જોઈએ.આ મિક્ષણ ખાવાથી ભૂખને વધે છે અને તમારું પાચન મજબૂત થાય છે.
કેળામાં વિટામિન,કેલ્શિયમ,આયરન વગેરે જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે.આવી સ્થિતિમાં જો તમને પેટને લગતી સમસ્યા કોઈ હોય તો કેળાને દહીંમાં મિક્ષ કરીને ખાવાથી રાહત મળે છે.તેમજ આ મિક્ષણનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.
આયુર્વેદિક ઉપચારો ભાગ-2 | દહીં ખાઓ અને કોલેસ્ટરોલ ઘટાડો
જો કોઈની ડાયરિયાની સમસ્યા થઈ છે,તે તે લોકોએ દહીંમાં ઈસબગોલ નાખી તેનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે.આ મિક્ષણ પેટને યોગ્ય રાખીને કોલેસ્ટરોલ ઘટાડે છે.નાસ્તામાં દહીં ખાવું એ સૌથી ફાયદાકારક છે.સવારે દહીંનું સેવન કરવાથી પેટની અનેક સમસ્યાઓથી રાહત મળે છે.દહીંથી બનેલી લસ્સી અને છાસ પણ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.