Ravishankar Maharaj Birth Anniversary – लोकसेवक रविशंकर महाराज के जाने अनजाने तथ्य

techparimal news

Ravishankar Maharaj Birth Anniversary

Ravishankar Maharaj Birth Anniversary : રવિશંકર વ્યાસનો જન્મ 25 ફેબ્રુઆરી 1884 ના રોજ ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં ઔદિચ્ય (ટોળકીયા) બ્રાહ્મણ કુટુંબમાં પિતાંબર શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો. તેમના કુટુંબનું વતન મહેમદાવાદ નજીકના સરસવણી હતું. છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો.

Ravishankar Maharaj Birth Anniversary

તેમના લગ્ન સુરજબા સાથે થયા હતા. તેઓ જ્યારે ૧૯ વર્ષના હતા ત્યારે તેમના પિતા અને ૨૨ વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. તેઓએ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે. નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા.

વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું અને એ ઉપરાંત પાટણવાડીયા, બારૈયા કોમો અને બહારવટીયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું. 1920 માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો. તે જ વર્ષે સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી, આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવતા. તે પછીના વર્ષે મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલકત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કરી દીધું.

Ravishankar Maharaj Birth Anniversary

1923 માં બોરસદ સત્યાગ્રહ, હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી. ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ ભજવ્યો હતો. જેલવાસ દરમ્યાન જેલમાં ગામઠી ગીતા સમજાવતા, આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત થઈ ગયા. 1955 થી 1958 ના ત્રણ વર્ષ દરમ્યાન 71 વર્ષની ઉંમરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા. આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક ભોજન લેતા અને તે પણ માત્ર લુખ્ખી ખીચડી.

પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ ‘કરોડપતિ ભિખારી’ જેવું ઉપનામ પણ તેમને મળ્યું. રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની નવલકથા લખી હતી, જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કરી હતી. પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેને જીવી જાણ્યું નવલકથા લખી છે.1 જુલાઇ 1984 ના દિવસે 100 વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું.

Ravishankar Maharaj Birth Anniversary

ભારત સરકારે તેમના માનમાં ૧૯૮૪માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ­દાન કરનાર વ્યક્તિને સામાજીક કાર્ય માટે ૧ લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેમના સન્માનમાં અપાય છે.

“ઘાસના એક તણખલાંનું બળ કેટલું? ઘણાં તણખલાં ભેગાં કરો તોય , પવનનો એક ઝપાટો આવે તો તણખલાંને ક્યાંય લઇ જાય.પણ એ બધાં તણખલાં ભેગાં થઇ અમળાય તો ? હાથીને બાંધી શકાય એટલું બળ એમાં આવે….. આપણે બધાં પ્રેમથી એકબીજા સાથે જોડાઇએ તો કોઇ દુઃખ ન રહે.”

“જે કોટિના તુકારામ હતા, તે જ કોટિના આપણા રવિશંકર મહારાજ છે.” – વિનોબા ભાવે

” જો ઇશ્વર અદલા બદલી કરવા દે અને તમે ઉદાર થઇ જાઓ તો તમારી સાથે જરૂર અદલા બદલી કરું.” – ગાંધીજી

Leave a Comment

error: Content is protected !!