આયુર્વેદિક ઉપચારો : આયુર્વેદ અથવા આયુર્વેદશાસ્ત્ર એ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ એટલે કે જે શાસ્ત્રમા આયુષ્ય અને રોગનું જ્ઞાન આપવામાં આવે એ આયુર્વેદ છે. શરીર, ઇન્દ્રિય અને સત્વ(મન) અને આત્મા ના સંયોગનું નામ આયુ છે. આધુનિક શબ્દોમાં એ જ જીવન છે. પ્રાણ યુક્ત શરીરને જીવિત કહેવાય છે. આયુ અને શરીરનો સંબંધ શાશ્વત છે. આયુર્વેદમાં આ વિષયમાં વિચાર કરાયો છે. ફળસ્વરુપ એ પણ શાશ્વત છે.
આયુર્વેદિક ઉપચારો | અશક્તિ – નબળાઈ માટેના આયુર્વેદ ઉપચાર
જે વિદ્યા દ્વારા આયુષ્યને લગતાં સર્વપ્રકારના જ્ઞાતવ્ય તથ્યોંનું જ્ઞાન મળી શકે અથવા જેને અનુસરવાથી દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય એ તંત્રને આયુર્વેદ કહેવાય. આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ માનવામા આવે છે. આ મનુષ્યના જીવિત રહેવાની વિધિ તેમ જ તેના પૂર્ણ વિકાસના ઉપાયો બતાવે છે. તેથી આયુર્વેદ અન્ય ચિકિત્સા પદ્ધતિની જેમ એક ચિકિત્સા પદ્ધતિ માત્ર નહી, પરંતુ સમ્પૂર્ણ આયુષ્યનું જ્ઞાન છે.
આ પણ જુવો : ગુજરાતી વ્યાકરણ- ભાષા નિયામકની કચેરીની પુસ્તકો
આ પણ જુવો : ગુજરાતની અસ્મિતા PDF બૂક
આયુર્વેદમાં આયુષ્ય હિત (પથ્ય આહારવિહાર), અહિત (અપથ્ય આહારવિહાર), રોગના નિદાન અને વ્યાધિની ચિકિત્સા કહેવાય છે. પથ્ય આહારનું સેવન તેમ જ અપથ્ય આહારનો ત્યાગ કરવાથી મનુષ્ય પૂર્ણ રુપથી સ્વસ્થ રહી શકે છે. આયુર્વેદ અનુસાર સ્વસ્થ વ્યક્તિ જ જીવનના પરમ લક્ષ્ય ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. પુરુષાર્થ ચતુષ્ટયંની પ્રાપ્તિનું મુખ્ય સાધન શરીર છે. એટલે શરીરની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપતાં આયુર્વેદ કહે છે કે ધર્મ અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિનું મુખ્ય સાધન શરીર છે. બધી જ રીતે વિશેષ રુપથી શરીરની રક્ષા કરવી જોઇએ.
આયુર્વેદિક ઉપચારો | અશક્તિ – નબળાઈ માટેના આયુર્વેદ ઉપચાર
- ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક થાય છે.
- જમ્યા પછી ત્રણચાર પાકાં કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે.
- એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે.
- અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાથી અને દૂધ પીવાથી શક્તિ આવે છે. લોહી વધે છે.
- ખજૂર ખાઈ, ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી, ઘા વાગવાથી કે ઘામાંથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ-અશક્તિ દૂર થાય છે.
- રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને સોનામૂખી સરખે ભાગે લઈ ચૂ્ર્ણ ફાકવાથી અશક્તિ મટે છે.
- સફેદ કાંદો ચોખ્ખા ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ, ધાતુની નબળાઈ દૂર થાય છે.
- મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.
- પાંચ પેશી ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અને અર્ધો કલાક ઊંઘ લેવાથી નબળાઈ દૂર થઈ શક્તિ અને વજન વધે છે.
- એક સૂકું અંજીર અને પાંચદસ બદામ અને સાકર દૂધમાં ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધિ થઈ, ગરમી મટી, શરીરમાં શક્તિ વધે છે.
- દૂધમાં બદામ, પીસ્તાં એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે.
- ચણાના લોટનો મગસ, મોહનથાળ અથવા મૈસૂર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે.
- ફણગાવેલા ચણા રોજ સવારે ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે. કિંમતી દવાઓ કરતાં આ ઉપાય સસ્તો અને સચોટ છે. પણ ચણા પચે તેટલા માફકસર જ ખાવા.
- ઘીમાં શેકેલા કાંદા સાથે શીરો ખાવાથી માંદગીમાંથી ઊઠ્યા પછી આવેલી અશક્તિ દૂર થઈ જલદી શક્તિ આવે છે.
- મેથીનાં કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઈ શક્તિ આવે છે.
- સૂકી ખારેકનું ૨૦૦ ગ્રામ ચૂર્ણ બનાવી, તેમાં ૨૫ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી બાટલી ભરી દેવી, તેમાંથી ૫ થી ૧૦ ગ્રામ ચૂર્ણ ૨૦૦ ગ્રામ દૂધમાં ઉકાળી, તેમાં જરૂર જેટલી ખાંડ નાખી, સવારે પીવાથી શક્તિ આવે છે.
આ માહિતીનો સોર્સ : https://gu.vikaspedia.in/
આયુર્વેદિક ઉપચારો | અશક્તિ – નબળાઈ માટેના આયુર્વેદ ઉપચાર
આયુર્વેદના અવતરણ ની ઘણી દંતકથાઓ છે:
ચરક સંહિતા અનુસાર બ્રહ્મા જીએ આયુર્વેદનું જ્ઞાન દક્ષ પ્રજાપતિને આપ્યું, દક્ષ પ્રજાપતિએ આ જ્ઞાન અશ્વિની કુમારો(બન્ને ભાઈ)ને આપ્યું, અશ્વનીકુમારોએ આ જ્ઞાન ઇન્દ્રને આપ્યું, ઇન્દ્રએ આ જ્ઞાન ભારદ્વાજને આપ્યું, ભારદ્વાજે આ જ્ઞાન આત્રેય પુનર્વસુને આપ્યું, આત્રેય પુનર્વસુએ આ જ્ઞાન અગ્નિવેશ, જતૂકર્ણ, ભેલ, પરાશર, હરીત, ક્ષારપાણિને આપ્યું.
સુશ્રુત સંહિતા અનુસાર બ્રહ્માજી આયુર્વેદનું જ્ઞાન દક્ષપ્રજાપતિને, દક્ષ પ્રજાપતિએ આ જ્ઞાન અશ્વનીકુમારને આપ્યું, અશ્વનીકુમારે આ જ્ઞાન ધન્વન્તરિ ને આપ્યું, ધન્વન્તરિએ આ જ્ઞાન ઔપધેનવ, વૈતરણ, ઔરભ, પૌષ્કલાવત, કરવીર્ય, ગોપુર રક્ષિત અને સુશ્રુતને આપ્યું. કાશ્યપ સંહિતા અનુસાર બ્રહ્માજીએ આયુર્વેદનું જ્ઞાન અશ્વની કુમારને આપ્યું અને અશ્વનીં કુમારે આ જ્ઞાન ઇન્દ્રને આપ્યું અને ઇન્દ્રએ આ જ્ઞાન કશ્યપ અને વશિષ્ઠ અને અત્રિ અને ભૃગુ વગેરેને આપ્યું. આ બધામાંથી એક શિષ્ય અત્રિએ આ જ્ઞાન પોતાના પુત્ર અને અન્ય શિષ્યોંને આપ્યું.
આયુર્વેદિક ઉપચારો | અશક્તિ – નબળાઈ માટેના આયુર્વેદ ઉપચાર
સૃષ્ટિના પ્રણેતા બ્રહ્મા દ્વારા એક લાખ સૂત્રોમાં આયુર્વેદનું વર્ણન કરવામાં આવ્યું અને આ જ્ઞાનને દક્ષ પ્રજાપતિએ ગ્રહણ કર્યું. એ પછી દક્ષ પ્રજાપતિએ આ જ્ઞાન સૂર્યપુત્ર અશ્વિન કુમારોને અને અશ્વિન કુમારો પાસેથી સ્વર્ગાધિપતિ ઇન્દ્રને પ્રાપ્ત થયું. આયુર્વેદનો ઇતિહાસ જોતાં ઇન્દ્ર દ્વારા આ જ્ઞાન પુનર્વસુ આત્રેયને પ્રાપ્ત થયું. શલ્ય શાસ્ત્ર રુપે મેં આ જ્ઞાન આદિ ધન્વન્તરિને પ્રાપ્ત થયું અને સ્ત્રી તેમ જ બાલ ચિકિત્સા રુપે આ જ્ઞાન ઇન્દ્ર પાસે મહર્ષિ કશ્યપને મળ્યું. ઉપરોક્ત બાબત જોતાં જણાય છે કે ભારતમાં પ્રારંભથી જ ચિકિત્સા જ્ઞાન, કાય ચિકિત્સા, શલ્યચિકિત્સા, સ્ત્રી તથા બાલરોગ ચિકિત્સા રુપે વિખ્યાત થયું હતું. ઉપરોક્ત વિશેષ કથન પરથી પ્રમાણિત થાય છે કે ચિકિત્સા કાર્ય કરવા માટે આજની રાજ આજ્ઞાને અનુરુપ ચિકિત્સા કાર્ય કરવા માટે સ્વર્ગાધિપતિ ઇન્દ્ર પાસે અનુમતિ પ્રાપ્ત કરવી આવશ્યક હતી.
ચરક સંહિતાને કાશ્મીર રાજ્યના આયુર્વેદજ્ઞ દૃઢ઼બલે પુન:સંગઠીત કર્યો. આ સમયના પ્રસિદ્ધ આયુર્વેદજ્ઞોમાં મત્ત, માન્ડવ્ય, ભાસ્કર, સુરસેન, રત્નકોષ, શમ્ભૂ, સાત્વિક, ગોમુખ, નરવાહન, ઇન્દ્રદ, કામ્બલી, વ્યાડિ જેવા વ્યક્તિઓએ એને વિકસિત કર્યો હતો.
આયુર્વેદિક ઉપચારો | અશક્તિ – નબળાઈ માટેના આયુર્વેદ ઉપચાર
મહાત્મા બુદ્ધના સમયમાં આયુર્વેદ વિજ્ઞાને સૌથી અધિક પ્રગતિ રસ ચિકિત્સા વિજ્ઞાન તેમ જ રસ વિદ્યામાં કર્યો છે. આ કારણે બૌદ્ધ યુગને રસ શાસ્ત્રનો સુવર્ણ યુગ કહેવાય છે.
રસ વિદ્યાનું ત્રણ ભાગોં ૧- ધાતુ વિદ્યા ૨- રસ ચિકિત્સા ૩- ક્ષેમ વિદ્યામાં વિભાજન થયું.
4 thoughts on “આયુર્વેદિક ઉપચારો ભાગ-1 | અશક્તિ – નબળાઈ માટેના આયુર્વેદ ઉપચાર”