NMMS Quiz 16 Blood Relation

techparimal news
NMMS TEST SERIES  આજનો ટેસ્ટ - 16 લોહીના સંબંધો
1. 
સ્મિતાની ઓળખ આપતાં સુકેશે કહ્યું "તેની મારી માતાના એક માત્ર ભાઈના એક માત્ર ભાણેજની પત્ની છે." તો સ્મિતાનો સુકેશ સાથે શો સંબંધ થાય ?

2. 
એક પુરુષ તરફ આંગળી કરતાં એક સ્ત્રીએ કહ્યું, “તેની માતા મારી માતાની એક માત્ર પુત્રી છે." તો સ્ત્રીએ પુરુષ સાથે શો સંબંધ હશે ?

3. 
ગાડામાં બેઠેલ સ્ત્રીએ કહ્યું, “ગાડું હાંકનારની મા મારા સગા સસરાની સાસુ”. સ્ત્રી અને ગાડું હાંકનાર વચ્ચે શો સંબંધ હશે ?

4. 
એક છોકરાની ઓળખ આપતાં છોકરીએ કહ્યું, “તે મારા કાકાના પિતાની પુત્રીનો પુત્ર છે." છોકરાનો છોકરી સાથે શો સંબંધ હશે ?

5. 
મોહનભાઈએ ખુરશીમાં બેઠેલી વ્યક્તિની ઓળખ આપતાં કહ્યું, “આ છોકરો મારા સાળાની છોકરીની એક માત્ર ફોઈનો પુત્ર છે. તો મોહનભાઈને આ છોકરો શો સગો થાય ?

6. 
A એ B ને કહ્યું, “તારી સાસુ અને મારી સાસુ મા-દીકરી થાય છે." તો A અને B વચ્ચે કેવો સંબંધ હશે ?

7. 
A એ B ની સાળી છે. A એ C ની સાળી છે. D એ A નો ભાઈ E નો પિતા છે. તો B ને D વચ્ચે શો સંબંધ થાય ?

8. 
A એ B ની બહેન છે. B એ C ની પુત્રી છે. E એ D નો પિતા છે. D એ A નો ભાઈ છે. તો E નો C સાથે શો સબંધ છે ?

9. 
P એ Q નો જીજાજી છે. R એ P ના પુત્રની એકમાત્ર માસી છે. તો R નો Q સાથે શો સબંધ ?

10. 
સુધીરભાઈએ કહ્યું : “હું મારા સાળાના સાળાની એક માત્ર બહેનના દીકરાની એકમાત્ર ફોઈના દીકરાના લગનમાં જાઉં છું." લગ્ન કરનાર યુવક સુધીરભાઈનો શો સંબંધી થાય ?

11. 
A એ C નો પુત્ર છે. C અને Q બહેનો છે. Z એ Q ની માતા છે અને P એ Z નો પુત્ર છે. તો નીચનામાંથી કયું વિધાન સાચું છે ?

12. 
દીપકે નીતિનને કહ્યું, “પેલો ફૂટબોલ રમનાર છોકરો મારા પિતાની પત્નીની પુત્રીના બે ભાઈઓમાંથી નાનો ભાઈ છે. તો ફૂટબોલ રમનાર છોકરો દીપકનો શો સંબંધી થાય ?

13. 
એક વ્યક્તિની ઓળખ આપતાં એક સ્ત્રીએ કહ્યું, “તે મારી માતાની માતાનો એક માત્ર પુત્ર છે." આ સ્ત્રી પુરુષની શી સગી થાય ?

14. 
એક સ્ત્રી તરફ આંગળી ચીંધતા વ્યક્તિએ કહ્યું, "તેણીનો એકમાત્ર ભાઈ મારી પત્નીનો ભાઈ છે" આ સ્ત્રીનો વ્યક્તિ સાથે શો સંબંધ થશે ?

15. 
મયંકે કહ્યું, ' આ છોકરી મારી માતાના પૌત્રની પત્ની છે' મયંકનો સ્ત્રી સાથે શો સબંધ થાય ?

16. 
તસવીર બતાવતાં સુરેશે કહ્યું, “તે મારી માતાના એક માત્ર પુત્રનો પુત્ર છે. સુરેશનો છોકરા સાથે શો સંબંધ હશે ?

17. 
તસવીર બતાવતાં કિંજલે કહ્યું, “તે મારા દાદાના એક માત્ર દીકરાનો દીકરો છે.'' તસવીરમાં રહેલ વ્યક્તિ કિંજલનો શો સગો થાય ?

18. 
સ્ત્રીની ઓળખ આપતાં જગદીશે કહ્યું, “તે મારી એક માત્ર દીકરીની માતા છે.” સ્ત્રીનો જગદીશ સાથે શો સંબંધ થાય ?

19. 
તમે કોના બાપની માના દીકરા ?

20. 
એક વૃદ્ધ સામે આંગળી ચીંધીને વિક્રમે કહ્યું, “આમનો દીકરો મારા દીકરાનો સગો કાકો છે." તો વૃદ્ધ વિક્રમનો શો સગો થાય ?

Leave a Comment

error: Content is protected !!