1. લોકસભા અને રાજ્યસભામાં પસાર કરેલો ખરડો કોની સહી કર્યા પછી કાયદો બને છે ?
2. સંસદના ઉપલા ગૃહને શું કહે છે ?
3. લોકસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે ?
4. હોદ્દાની રુએ ઉપરાષ્ટ્રપતિ કયા ગૃહના સભાપતિ બને છે ?
5. રાજ્યસભાનાં સભ્યોની સંખ્યા કુલ કેટલી નક્કી કરવામાં આવી છે ?
6. સંસદનું નીચલું ગૃહ કયું ગણાય છે ?
7. સંસદના અંગભૂત ભાગ તરીકે કોને ગણવામાં આવે છે ?
8. લોકશાહીના સિદ્ધાંતોમાં લોકોના વિશ્વાસનું પ્રતિક કોને ગણવામાં આવે છે ?
9. સરકારને નિયંત્રણમાં રાખી માર્ગદર્શન આપવાનું કામ કોણ કરે છે ?
10. જેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી તેવું ગૃહ કયું છે ?
11. ભારતની સંસદ કેટલા ગૃહોની બનેલી છે?
12. ભારતની લોકસભામાં કુલ કેટલા સભ્યો છે ?
13. અર્વાચીન સમયની સૌથી જૂની સંસદીય લોકશાહી કયા દેશની છે ?
14. રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે ?
15. ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે ?
16. પ્રધાનમંડળના મુખ્ય નેતાને શું કહેવામાં આવે છે ?
17. સ્વતંત્ર ભારતના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
18. ____________ પ્રજાનું સીધેસીધું પ્રતિનિધિત્વ ધરાવે છે ?
19. રાજ્યસભાની બેઠકોનું સંચાલન કરનારને શું કહેવામાં આવે છે ?
20. ૧૮૫૭ નાં સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ હતું ?