Mucormycosis – All You Need To Know About

techparimal news

Mucormycosis : Mucormycosis (previously called zygomycosis) is a serious but rare fungal infection caused by a group of molds called mucormycetes. These molds live throughout the environment. Mucormycosis mainly affects people who have health problems or take medicines that lower the body’s ability to fight germs and sickness. It most commonly affects the sinuses or the lungs after inhaling fungal spores from the air. It can also occur on the skin after a cut, burn, or other type of skin injury.

Mucormycosis

Mucormycosis – About

સમગ્ર ગુજરાત 2021નો એપ્રિલ મહિનો કયારેય નહી ભૂલે, વર્ષ 2020થી ભારતમાં પ્રવેસેલા કોરોનાની ઘાતક અસર બરોબર એક વર્ષે ગુજરાતના લોકોએ અનુભવી, અનેક લોકો એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, ખાલી બેડ, ઓકિસજન બેડ, આઈ.સી.યુ. બેડ મેળવવાના પ્રયાસો ભટકી રહ્યાં હતા, એમ્બ્યુલન્સની સાયરનના અવાજથી લોકો ડરી રહ્યાં હતા, અનેક લોકોના નસીબમાં એમ્બ્યુલન્સ પણ ન્હોતી, એમ્બ્યુલન્સ માટે પણ ત્રણ-ચાર દિવસ સૂધી રાહ જોવી પડતી હતી એમ્બ્યુલન્સ કયારે આવશે તેની ચિંતા, હોસ્પિટલ મળશે કે નહી તેની ચિંતા, બેડ ખાલી મળશે કે નહી તેની ચિંતા, ઓકિસજન બેડ, આઈ.સી.યુ.બેડ મેળવવાની દોડધામ, સારવાર દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનના શાંતિથી અગ્નિસંસ્કાર કરવાની ચિંતા, અનેક ચિંતાઓ વચ્ચે એક રોગ કયારે ઘર કરી ગયો તેની કોઈ કલ્પના પણ ન કરી શકયું.

આ પણ વાંચો : SWASTHYA SUDHA AAYUREVDA E-BOOK PDF 

મે મહિનાની શરૂઆતમાં જેમ જેમ કોરોનાની અસર ઓછી થતી ગઈ, દર્દીઓ ઘટતા ગયા, સારવાર બાદ વધુ દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચવા લગ્યા તે ગાળામાં આવી નવી આફત, આ નવી આફત એટલે જ મ્યુકરમાઈકોસીસ. આ કોઈ નવો રોગ નથી, રોગ જૂનો છે, પણ ઘાતક છે, તેનો ઈલાજ તો જ, પણ મોંઘો છે, સુરત અને રાજકોટમાં એક સાથે કેસ આવતા મ્યુકોરમાઈકોસીસ રોગની ચર્ચાઓ થવા લાગી છે. હાલમાં સુરત, રાજકોટ, અમદાવાદ, મહેસાણા, વડોદરા જેવા શહેરોમાં વધી રહેલા કેસે ચિંતા વધારી દીધી છે.

આ પણ વાંચો : આયુર્વેદિક ઉપચાર ભાગ -3 | કોરોનાના સમયમાં આહાર વિહારના સૂચનો

Mucormycosis Details

જેનામાં ઇમ્યુનિટી ઓછી તેને મ્યુકોર માઇકોસીસ જલ્દી થઈ જાય છે. ગાર્ડનિંગનું કામ કરતી વખતે માસ્ક અને હાથના મોજા પહેરીને કામ કરવુ જોઇએ. કોરોનાના દર્દીઓને સ્ટિરોઇડની દવાઓ અપાતી હોય છે, જેથી સુગર અને એસીડ ભેગુ થાય છે. જેથી મ્યુકોરમાઇકોસીસ બીમારીનું જોખમ વધી જાય છે. વડોદરાના દાંડિયા બજારની ખાનગી હોસ્પિટલના ડો. જયેશ રાજપુરાએ જણાવ્યું હતું કે, મ્યુકોરમાઇકોસીસથી બચવા માટે કોવિડ દર્દીએ માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા, આખી બાયના શર્ટ અને ફૂલ પેન્ટ પહેરવા જોઈએ.

Mucormycosis

આ પણ વાંચો : આયુર્વેદિક ઉપચારો ભાગ-2 | દહીં ખાઓ અને કોલેસ્ટરોલ ઘટાડો

Mucormycosis લક્ષણો 

  • આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે
  • નાક અને આંખ વચ્ચે પણ એક નાનું હાડકું હોય છે, જેને કોતરી ખાય છે
  • નાક અને મગજ વચ્ચે હાડકું હોય છે, જે ખવાઈ જાય છે
  • આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી જોવા મળે છે

મગજ સુધી ફેલાય છે મ્યૂકોરમાઈકોસીસ

 ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઉભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે 19 દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે, તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર 50 ટકા જેટલો જોવા મળ્યો છે, જે હાલ અમદાવાદ સિવિલમાં 20 ટકા જેટલો છે.

આ પણ વાંચો : આયુર્વેદિક ઉપચારો ભાગ-1 | અશક્તિ – નબળાઈ માટેના આયુર્વેદ ઉપચાર

કેવા દર્દીને થાય છે આ બીમારી 
આ બીમારી કોરોનાની જેમાં એક વ્યક્તિમાંથી બીજામાં નથી ફેલાતી, જે એક સારી વાત છે. હાઈ ડાયાબિટીસ હોય, બ્લડ કેન્સર કે કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હોય અથવા રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ મ્યુકોરમાઇકોસીસના શિકાર થઈ રહ્યા છે. કોરોના આવ્યો તે પહેલા મ્યુકોરમાઇકોસીસના આખા વર્ષમાં દરમિયાન માત્ર એક કે બે કેસો જ આવતા હતા,

Mucormycosis રોગ કોને થાય છે?

જેમ બે ત્રણ દિવસ પડી રહેલી રોટલી પર ફુગ વળે છે તેવી જ રીતે શરીરના એક ભાગમાં ફંગશ વળે છે, આ ફંગશ ઈન્ફેકશન એટલે જ મ્યુકોરમાઈકોસીસ, જેને બ્લેક ફંગશ પણ કહેવામાં આવે છે. કોરોનાની સારવાર દરમિયાન ઘણા દર્દીઓને સ્ટેરોઈડ આપવામાં આવે છે, તેમાં પણ ડાયાબિટિશ વાળા દર્દીઓ હોય, ઓછી ઈમ્યુનિટી ધરાવતા દર્દીઓ હોય તેમને આ રોગ થવાની સંભાવના વધુ રહે છે.

Mucormycosis લક્ષણો કયા છે?

ગુજરાત ટાસ્ક ફોર્સના સભ્ય એવા ડો. દિલિપ માવલંકરના મતે આ રોગના જતુંઓ હવામાંથી વ્યકિતના નાકના પોલાણમાં પ્રવેશે અને ત્યાં ફેલાય છે, આગળ જતાં તે જડબાના ભાગમાં અને ત્યાંથી મગજ અને શરીરના અન્ય ભાગમાં પ્રવશે છે, શરૂઆતમાં આ રોગની ખબર પડતી નથી, પરંતુ બે-ત્રણ દિવસ બાદ દર્દીના નાકમાં દુ:ખાવો થાય છે, આંખની નીચેના ભાગમાં દુ:ખાવો થાય, દાંતના ઉપરના ભાગમાં દુ:ખાવો થતો હોય, નાકમાંથી પાણી અને લોહી નિકળવું, આંખો લાલ થવી કે આંખો પર સોજો આવે છે.

જો આ પ્રકારના લક્ષણો કોઈ પણ વ્યકિતને દેખાય તો તાત્કાલિક ડોકટરની સલાહ લેવી જોઈએ, નહી તો આ રોગ આગળ જતાં જડબા અને ત્યાંથી મગજ અને ત્યાંથી શરીરના અન્ય ભાગમાં પહોંચી જાય છે, જો સમયસર સારવાર ન મળે તો આંખ કે જડબુ કાઢવું પડે તેવી ગંભીર પ્રકારની સર્જરી પણ કરવી પડે છે, અને ગંભીર કેસોમાં દર્દીની બચવાની શકયતાઓ પણ નહિવત થઈ જાય છે. ડો. દિલિપ માવલંકરના મતે આ રોગથી બચવા માટે બિનજરૂરી સ્ટેરોઈડના ઈન્જેકશનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, સ્ટેરોઈડના ઈન્જેકશન પણ ડોકટરની સલાહ મુજબ જ લેવા જોઈએ, ઉપરાંત ઓકિસજનને ભીનો કરવા માટે વાપરવામાં આવતા પાણીને પણ વારંવાર બદલવું જોઈએ, જેથી આ રોગને શરીરમાં પ્રવેશતો અટકાવી શકાય.

Mucormycosis સારવાર કેવી રીતે થાય છે?

સુરતના શ્રુતી હોસ્પિટલના ડોકટર સૌમિત્ર શાહનું માનીએ તો મ્યુકરમાઈકોસીસની સારવાર માટે ઓછામાં ઓછો 14 દિવસનો કોર્સ હોય છે, આ રોગની સારવાર બે ભાગમાં કરવામાં આવે છે, જેમાં પહેલા ભાગમાં ઈન્જેકશન આપવામાં આવે છે, અને બીજા ભાગમાં સર્જરી કરવામાં આવે છે, જો કે આ રોગની સારવાર માટે સૌથી જરૂરી છે ઈન્જેકશન, હાલમાં માર્કેટમાં ઈન્જેકશનની ભારે અછત છે, અને સરકારે ઈન્જેકશનની વ્યવસ્થા ઝડપથી કરી લેવી જોઈએ તેવું તેમનું સ્પષ્ટ માનવું છે, કારણ કે હાલમાં મ્યુકરમાઈકોસીસના જે દર્દીઓ સામે આવ્યાં છે તેઓ માર્ચના અંતમાં અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં કોરોનાગ્રસ્ત થયા હતા તે દર્દીઓ છે, હજુ અન્ય દર્દીઓ પણ સામે આવે તેવી સંભાવના છે, માટે આ રોગની સારવાર માટે જરૂરી એમ્ફોટેરિસિન B નામના ઈન્જેકશનની અછતને દૂર કરવી જોઈએ, કારણે આ રોગની સારવારમાં દર્દીને રોજના ઓછામાં ઓછા 5-6થી ઈન્જેકશન 14થી 20 દિવસ સુધી આપવા પડે છે.

મ્યુકોરમાઈકોસીસની સારવાર કેટલી ખર્ચાળ છે?

બજારમાં 350 રૂપિયાથી લઈને 8 હજારની કિંમત સૂધીના અલગ અલગ કંપનીઓના ઈન્જેકશનની કિંમત 7800 રૂપિયા છે, હાલમાં બજારમાં એમ્ફોટેરિસિન B અને માયલન કંપનીના ઇન્જેકશનની વધારે અસરકારક માનવામાં આવે છે.

દર્દીના વજન પ્રમાણે દવા અને ખર્ચ?

મહત્વની વાત એ છે કે મ્યુકરમાઈકોસીસના દર્દીઓને તેમના વજન પ્રમાણે ઈન્જેકશન આપવામાં આવે છે. સિટી સ્કેનના રિપોર્ટ અને ડોકટરની સલાહ મુબજ દર્દીને ઈન્જેકશનના ડોઝ આપવામાં આવે છે, એક ઈન્જેકશન 50 ગ્રામનું હોય છે, અને દર્દીને તેના વજન પ્રમાણે પર KGએ 3 ગ્રામ ઈન્જેકશન અપવામાં આવે છે. દર્દીના વજન પ્રમાણે રોજનો 200થી 300 ગ્રામનો ડોઝ આપવામાં આવે છે,

જો ડાયાબિટિક દર્દીનું વજન 100 કિલોની આસપાસ હોય તો તેને દિવસમાં 300 ગ્રામનો ડોઝ આપવામાં આવે છે, 50 ગ્રામના એક ઈન્જેકશન પ્રમાણે રોજના છ ઈન્જેકશન થયા, અને 14 દિવસના કોર્ષ પ્રમાણે 84 ઈન્જેકશન થાય, અને 84 ઈન્જેકશનની કિંમત ગણીએ 6, 55,200 ( છ લાખ 55 હજાર 200 રૂપિયા થાય ) ઈન્જેકશનની સંખ્યા વધી પણ શકે છે. આ તો માત્ર ઈન્જેકશનના ખર્ચની વાત છે, પણ અન્ય ખર્ચાઓ તેમાં ઉમેરીએ તો સામાન્ય વ્યકિતને આ રોગની સારવાર પરવડે તેમ નથી, માટે આ રોગની મૂળથી રોકવો જ રહ્યો.

મ્યુકોરમાઇકોસીસના લક્ષણો
આ બીમારીના લક્ષણોમાં શરદી, નાકમાંથી લોહી નીકળવું, નાક બંધ થવું, શ્વાસ લેવામાં તકલીફ, રસી પડવી, તાવ અને તાળવું કાળા રંગનું થઈ જવુ અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવું પડે છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને મગજ વચ્ચેનું હાકડું ખવાઈ જાય છે. બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે.

મ્યુકોરમાઇકોસિસમાં કોણ સપડાય?
-કેન્સરના દર્દી
-અંગ પ્રત્યારોપણ કરાવેલું હોય તે વ્યક્તિ.
-શ્વેતકણો (WBC)નું પ્રમાણ ઓછું હોય.
-આયર્ન (લોહતત્વ)નું પ્રમાણ લોહીમાં અતિશય વધી (હેમોક્રોમાટોસિસ) જાય.
-લાંબા સમયથી સ્ટિરોઇડ દવાઓ લીધી હોય.
-ચામડીમાં ઊંડો ઘા થયો હોય ત્યારે આ ફુગ લાગી શકે છે.
-પાંદડાઓના સડા અને છાણમાં આ ફૂગ ફેલાય છે, બચવા માસ્ક પહેરો

ગુજરાતનો સંસ્કૃતિક વારસો MCQ ODF

Leave a Comment

error: Content is protected !!