કોરોનાના સમયમાં આહાર વિહારના સૂચનો : કોરોનાના નિયમોનું પાલન કરવાની સાથે થોડાક આવા ઉપચાર પણ કરશો તો ઈમ્યૂનિટી વધશે અને કોરોનાને હરાવી શકશો. હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે કોરોના વાયરસથી બચવા માટે કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરવાની સાથે સાથે ઈમ્યુનિટી વધારવાને પણ મહત્વ આપવું જોઈએ. આમ તો દેશના લાખો લોકો પોતાની રીતે ઈમ્યુનિટી વધારવાના વિવિધ નુસખાઓ અજમાવી રહ્યા છે. અમુક લોકો ફાર્મસી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે તો અમુક દેસી નુસ્ખા અપનાવી રહ્યા છે. આયુષ મંત્રાલય દ્વારા પણ કોરોનાની બીજી લહેરથી બચવા માટે અમુક કુદરતી નુસખા જણાવ્યા છે.
કોરોનાના સમયમાં આહાર વિહારના સૂચનો
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આયુષ મંત્રાલયે કોવિડ 19ના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે આયુષ 64 નામની આયુર્વેદિક દવાની જાણકારી આપી હતી. હવે મંત્રાલય તરફથી ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે અમુક આયુર્વેદિક ઉપચાર જણાવવામાં આવ્યા છે. આ ઉપચાર નીચે મુજબ છે.
આ પણ વાંચો : આયુર્વેદિક ઉપચારો ભાગ-1 | અશક્તિ – નબળાઈ માટેના આયુર્વેદ ઉપચાર
આહાર :
- ઘરનો સાત્વિક, સુપાચ્ય , હળવો ગરમ ખોરાક લેવો.
- વાસી ખોરાક,આથાવાળી વસ્તુ, મેંદાની બનાવટ, દહીં, દુધની બનાવટ, જંકફૂડ,ઠંડા પીણા અને ફ્રીજનું પાણી લેવા નહી.
- વિરુધ્ધ આહારનું સેવન ના કરવું. તેમજ ફ્રીજમાં રાખેલી કોઇપણ વસ્તુઓ ના ખાવી.
- મગ, મસૂર, ચણા અને કળથીનો ગરમ સૂપ પીવો.
- શાકભાજીમાં કારેલા, પરવળ, કાચા મૂળા, દુધી, કોળુ, સરગવો ,આદુ ,હળદર , લસણ અને ફુદીનો લેવા.
- પચવામાં ભારે તથા ચિકણા શાકભાજી ના ખાવા.
- ફળમાં પપૈયા,દાડીમ, આમળા જેવા ફળ લેવા.
- પાણી અડધુ ઉકાળીને હુંફાળુ જ પીવું અથવા સૂંઠ નાખી ઉકાળેલુ પાણી લેવું.
- ઇંડા તેમજ માંસાહારનો ત્યાગ કરવો.
આ પણ વાંચો : આયુર્વેદિક ઉપચારો ભાગ-1 | અશક્તિ – નબળાઈ માટેના આયુર્વેદ ઉપચાર
કોરોનાના સમયમાં આહાર વિહારના સૂચનો
વિહાર :
- સ્વચ્છતા આસપાસની, ઘરની અને વ્યક્તિગત જાળવવી.
- ભીડભાડ વાળી જગ્યાએ બિનજરુરી જવુ નહી. ડીસ્પોઝેબલ માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો.
- ખાસ હાથની સફાઇ કરવી બિનજરુરી આંખ, નાક અને મોઢાનો સ્પર્શ હાથથી વારંવાર ના કરવો.
- શરદી ખાંસીના દરદીઓથી અંતર રાખવું.
- વિષ્ણુસહસ્ત્ર મંત્રનો અથવા અન્ય મંત્રોનો જાપ કરવો. હ્ળવો પ્રાણાયામ અને વ્યાયામ કરવો.
- એકકાલ ભોજન – દિવસમાં એક વાર ભોજન લેવું. સૂર્યાસ્ત પહેલા હલકુ ભોજન લેવૂં.
- જમ્યા બાદ તુરંત ફરીથી અન્ય ખોરાક ના લેવો.
- દિવસે ખાસ કરીને જમીને સુવુ નહી. તેમજ રાત્રે મોડે સુધી જાગવું નહી.
- હળદર-મીઠાવાળા નવસેકા પાણીના કોગળા કરવા.
- સવારમા નાકમાં નવસેકા તલના તૈલના બે બે ટીપા નાખવા. અને આંગળીથી બંને નસકોરામાં લગાવવું.
- સંધ્યાકાળે ઘરમાં (સલાઇ ગુગળ, ઘોડાવજ,સરસવ ,લીમડાના પાન અને ગાયના ઘી)નો ધૂપ કરવો.
- ઉકળતા પાણીમાં અજમો નાખી નાસ લેવો.
- આહાર-વિહારના સૂચનો