Gujarat New Ministers 2022 ભુપેન્દ્ર પટેલ બીજી વાર મુખ્યપ્રધાન પદના શપથ લેશે. આ શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિત ભાજપના મોટા નેતાઓ અને ચૂંટાયેલા તમામ ધારાસભ્યો પણ હાજર રહેવાના છે. સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ સંપન્ન થઈ તેમાં 8 કેબિનેટ મંત્રી 2 રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર,6 રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. તો વડાપ્રધાન નરેન્દ્રમોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડાની પણ ઉપસ્થિત રહ્યા હતા. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના 100 થી વધુ કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લઇને સતત બીજીવાર રાજ્ય શાસનનું દાયિત્વ વિધિવત સંભાળતા પૂર્વે અડાલજ ત્રિમંદિરના દર્શને જઇને પૂજન-અર્ચન કર્યા તથા દાદા ફાઉન્ડેશનના દિપકભાઇના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું કે, નાનામાં નાના માનવી, સામાન્ય લોકો માટે કલ્યાણ અને સદકાર્યોની પ્રેરણા પ્રભુ આપે તથા ગુજરાતનો ઉત્તરોત્તર ખૂબ વિકાસ થાય એવી પ્રાર્થના દાદા ભગવાન, સીમંધર સ્વામી અને અન્ય દેવોના ચરણોમાં પ્રાર્થના કરી છે.
Gujarat New Ministers 2022
ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં 8 કેબિનેટ પ્રધાનોએ પણ શપથ ગ્રહણ કર્યા. કેબિનેટ કક્ષાના પ્રધાનો તરીકે કનુ દેસાઈ, બળવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, મૂળુ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા. જે પૈકી બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા અને ભાનુ બાબરિયા નવો ચહેરો છે. જ્યારે કે કનુ દસાઇ, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, કુબેર ડિંડોર અને કુંવરજી બાવળિયા ગત ટર્મમાં પ્રધાન રહી ચૂક્યા છે.
દક્ષિણ ગુજરાતમાંથી 5 અને સૌરાષ્ટ્રમાંથી 5 પ્રધાનોએ શપથ લીધા છે.મધ્ય અને ઉત્તર ગુજરાતના ત્રણ ત્રણ ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રુપાણી સરકારના ત્રણ જુના જોગીઓનો પણ મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દલિત, બ્રાહ્મણ અને આદિવાસી સમાજના એક એક ચહેરાને સ્થાન આપવામાં આવ્યુ છે.
Gujarat New Ministers 2022
કેબિનેટ મંત્રીમાં કોને ક્યું ખાતું આપ્યો, જુઓ લિસ્ટ
ક્રમ | નામ | ક્યું ખાતું અપાયું |
1 | કનુ દેસાઈ | નાણા ઉર્જા |
2 | ભાનુબેન બાબરીયા | સામાજિક અને અધિકારિકિ્તા |
3 | કુબેર ડિંડોર | પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી |
4 | બળવંતસિંહ રાજપૂત | ઉદ્યોગ મંત્રાલય |
5 | ઋષિકેશ પટેલ | આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગ |
6 | રાઘવજી પટેલ | કૃષિ અને પશુપાલન |
7 | મૂળુભાઈ બેરા | પ્રવાસ અને વન પર્યાવરણ |
8 | કુંવરજી બાવળિયા | પાણી પુરવઠા |
Gujarat New Ministers 2022
રાજ્યકક્ષાના મંત્રીમાં કોને ક્યું ખાતું આપ્યો, જુઓ લિસ્ટ
ક્રમ | મંત્રી નામ | રાજ્યકક્ષાના મંત્રી | જીતેલ બેઠક |
1 | જગદીશ પંચાલ* | નિકોલ | |
2 | હર્ષ સંઘવી* | ગૃહ અને રમત ગમત | મજૂરા |
3 | ભીખુસિંહ પરમાર | ન્યાય અને અધીકારિતા, નાગરિક પુરવઠા ખાતુ | મોડાસા |
4 | બચુ ખાબડ | દેવગઢબારિયા | |
5 | પ્રફુલ પાનસેરીયા | કામરેજ | |
6 | મુકેશ પટેલ | ઓલપાડ | |
7 | કુંવરજી હળપતિ | માંડવી- ST-18 | |
8 | પરસોત્તમ સોલંકી | મત્સ્ય અને પશુપાલન વિભાગ | ભાવનગર ગ્રામ્ય |
આ પણ જુવો :
- Current Affairs 2022 | Gujarati PDF | Current Affairs GK
- TET Study Material | Download 70+ Most Useful PDF Collection For TET Exam
- TET PDF Book | Download Best Free TET 1 & 2 Book By Shikshanjagat
- Gujarati Sahity Study Material | Download 1500 MCQ PDF By Shikshanjagat