Kelavani Vyakhyao | કેળવણીની વ્યાખ્યાઓ | TET, TAT, HTAT Material

techparimal news

Kelavani Vyakhyao કેળવણી સમસ્ત જીવનને કેળવવાની સાધના અથવા કળા છે. એ દ્વારા સંપૂર્ણ વ્યક્તિત્વ કેળવાય છે. તન, મન, વચન અને કર્મ બધું જ. એ માનવને માનવતાથી મંડિત કરે છે, એની અંદરની દિવ્યતાને બહાર લાવે છે અને સ્વધર્મમાં પ્રતિષ્ઠત બનાવે છે. કેળવણી એ નરમાંથી નારાયણ બનવાનો, પુરૂષમાંથી પુરૂષોત્તમપદે પહોંચવાનો સેતુ છે. કેળવણી વિશે આઝાદી પહેલા અને પછી વિભિન્ન વિચારો થયા છે.

આજે તો કેળવણી પરિવર્તન માગે છે. કેળવણીમાં ફેરફારની જરૂર છે, એમ કહેવાની ફેશન થઈ ગઈ છે. નવી કેળવણીની જરૂર છે, કેળવણીમાં સુધારો કરવો છે, પણ કેવી જાતનો સુધારો ? આનું સ્પષ્ટ ચિત્ર કે ચોક્કસ આયોજન થતું નથી તે કમનસીબી છે. આજે કેળવણીમાં પરિવર્તન લાવી, નવા તંત્રને સુયોજિત, સ્પષ્ટ વિચારધારાથી યુક્ત બનાવવાની યોજનાની જરૂર છે.

Kelavani Vyakhyao 

એકવાર કેળવણીના પરિવર્તનની દિશા નક્કી થઈ ને તેનું આયોજન ઘડાયું તો તેના અમલીકરણ માટે ઘણું ઘણું કરવાનું રહે છે. વેદ ઉપનિષદ કાળથી વિદ્યાને અમૃતત્વનો સેતુ કહી છે. સેતુ એવી વસ્તુ છે જેને સહારે રામ સમુદ્ર પાર કરી શક્યા. લંકા જીતી શક્યા અને સીતાનું સંમિલન થયું. કેળવણી-વિદ્યા એ સેતુ છે. સારા મનથી ને સદબુદ્ધિથી સંસારની વિષમતાને પાર કરી જવાય છે. ત્યાર પછી શાંતિ ને સિદ્ધિરૂપી સીતા પ્રાપ્ત થાય છે.

Also Read : Bal Vikas Ane Shikshanna Siddhanto | TET Exam Manovigyan Best One liner

Kelavani Vyakhyao  

  • नास्ति विद्यासमं चक्षु:‘ “વિદ્યા સમું કોઈ બીજું નેત્ર નથી” – મહાભારત     
  •      તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ. એરિસ્ટોટલ  
  •      સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ એટલે કેળવણી. એરિસ્ટોટલ
  •      સાચી,કેળવણી સત્યમ, શિવમ અને સુંદરમ પ્રતિ ગતિ કરવા પ્રેરે છે. એરિસ્ટોટલ    
  •      બાળક અને માણસના શરીર મન અને આત્માની અંદર જે કાંઈ રહેલુ છે તેને બહાર લાવવુ. ગાંધીજ
  •     “કેળવણી એટલે માણસમાંનાં મન, શરીર, અને આત્મામાં રહેલાં ઉત્તમ અંશો બહાર લાવી સંસ્કારવા” – ગાંધીજી   
  •      જીવનમાં અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવો તેનું નામ કેળવણી. – એચ.જી.વેલ્સ       
  •      શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને નિઃસ્વાર્થી બનાવે છે. ઋગ્વેદ         
  •     માનવીની સંપુર્ણ વ્યક્તિમતાનું પ્રગટીકરણ એટલે કેળવણી” (શિક્ષણ વિધાર્થીને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષાધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે.) – સ્વામી વિવેકાનંદ
  •    હું કદી શિખવતો નથી હું એવા સંજોગો પેદા કરું છુ જેમાં વિધાર્થીઓ શીખે આલ્બર્ટ આઈન્સ્ટાઈન (અબ્દુલ કલામ)        

Kelavani Vyakhyao

  •       વસંત આવતી નથી, વસંતને લાવવામાં આવે છે. – ડો.હાજરી   
  •       આપણને જે કુદરતી તરફથી મળે તેનું નામ કેળવણી. પાણિની          
  •       આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે. – ડો. યશપાલ       
  •      કેળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ દરેક વાત સાંભળવાની શક્તિ. – રામકૃષ્ણ પરમહંસ     
  •    યુવકોને એવું શિક્ષણ મળવું અત્યંત આવશ્યક છે કે જેથી તે પોતાની સામે સર્વોત્તમ આદર્શ રાખે. – મદનમોહન માલવીયા    
  •     ક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિધાય છે. – પાંડુરંગ આઠવલે        
  •     અતીત તો સીડી છે જેનાં પર થઈને ઉંચે જવાય છે અને માથા પર લઈને કરવામાં સમજદારી નથી. શિક્ષણ ભવિષ્યોન્મુખ હોવું જોઇએ. રજનીશ  

Also Read : Educational Short Forms – Download New updated Short Forms

  •      સંપૂર્ણ રીતે જીવનનો મર્મ સમજાવે એ જ ખરું શિક્ષણ. – જે. કૃષ્ણમૂર્તિ      
  •    બાળકમાં સર્જકતાં, જે જિવાંશુઓ છે તેને નિંદા દ્વારા કે ટીકા દ્વારા મારી ન નાખો. – દર્શક (મનુભાઈ પંચોળી)
  •     કેળવણી તો એ છે કે જે દરેકમાં બે પ્રકારની સંવાદિતા પ્રસ્થાપિત કરે. 1.વ્યક્તિ પોતાની જાત સાથે 2. વ્યક્તિ સમષ્ટિ સાથે – ડો. રાજેન્દ્ર પ્રસાદ          
  •      માનવને ચરિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે તે શિક્ષણ (શિક્ષક). – યાજ્ઞવલ્કય ઋષિ
  •      શિક્ષણ એ તો સુંદર જીવન જીવવાની જ્ડી બુટી છે. – પાંડુરંગ આઠવલે       
  •      શાળા એક બગીચો છે, શિક્ષક એક માળી છે અને બાળક એક છોડ છે. ફોબેલ    
  •      શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે. ફોબેલ
  •      મનુષ્યની જન્મજાત શક્તિઓનો કુદરતી સુસંવાદી અને ક્રમિક વિકાસ સાધે તે કેળવણી . પેસ્ટોલોજી
  •      કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે. – જિન જેક રૂસ (પ્રકૃતિવાદન પિતા)  
  •    વ્યક્તિ સુષુપ્ત શક્તિઓ વિકસાવે અને તેના રાષ્ટ્ર તથા સમગ્ર માનવજાતના જીવન, મન અને આત્મા સાથે સંબંધ જોડવા તેને સમર્થ બનાવે તે જ સાચુ અને જીવંત શિક્ષણ કહેવાય. – શ્રી અરવિંદ        
  •          સા વિધા યા વિમુક્તયે” (મુક્તિ અપાવે તે વિધા). ઉપનિષદ   
  •     કેળવણી એ અનુભવોના નવનિર્માણ અને પુનઃનિર્માણની પ્રક્રિયા છે, જેમાં વ્યક્તિની તમામ શક્તિઓનો વિકાસ થાય છે. – જ્હોન ડ્યૂઈ  
  •          કેળવણી એ એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિના જ્ઞાન, ચારિત્ર્ય અને વર્તનનું ઘડતર થાય છે.- વાઈટ હેડ 
  •       કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ.- રવિન્દ્રનાથ ટાગોર         
  •    યોગ્ય આદતોના નિર્માણ દ્વારા બાળકોમાં સદગુણોના વિકાસની તાલીમ એટલે કેળવણી.- પ્લેટો(આદર્શવાદી)      
  •          શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને કુદરત પ્રત્યેનો પ્રેમ. કૌટિલ્ય   
  •         શિક્ષણ એ સત્યનું ઓજાર છે, કેળવણી એટલે મુકત આર્ષદર્શન, સ્વષઁ પ્રેરણા, નિત્ય નવુ સર્જન અને સાહસ. – વિનોબા ભાવે   
  •         કેળવણી એટલે જ માનવ અને સમાજનું નિર્માણ. – ડો.રાધાકૃષ્ણન          
  •         શિક્ષણ એટલે બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન નિષ્કામ કર્મ તેનું ધ્યેય છે. – ભગવત ગીતા         
  •       પ્રત્યેક માનવના માનસમાં અદ્રશ્ય રહે। વિધમાન વિશ્વના સર્વસામાન્ય વિચારોનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. સોક્રેટીસ
  •       તમે મને દસ (એક) બાળક આપો અને તેમ કહ્યું તે બનાવી દઉં. વોટ્સન       
  •    દરેક બાળકનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે, શિક્ષકે બાળકોનેસ્વને સ્વતંત્ર વ્યક્તિત્વને પિછાણીને (ઓળખવું) શિક્ષણનું આયોજન કરવું જોઇએ. – શ્રી ગિજુભાઇ બધેકા        
  •       માનવ પ્રતિભાના સર્વદેશીય વિકાસની પ્રક્રિયાને શિક્ષણ કહેવામાં આવે છે.- ગુણવંત શાહ
  •       Education is a life long process.- જોહન ડેયસી  
  •       માનવીને ચારિત્રવાન અને જગત ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય.- કૌટિલ્ય
  •       વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી.- અરવિંદ ઘોષ
  •       કેળવણી એટલે આત્મસાક્ષાત્કાર. શંકરાચાર્ય   
  •       કુદરત દ્વારા મળતી કેળવણી એ જ સાચી કેળવણી.- રૂસો

Kelavani Vyakhyao PDF

કેળવણીની વિવિધ વ્યાખ્યાઓની PDF Click Here
Join Whatsapp Group Click Here

1 thought on “Kelavani Vyakhyao | કેળવણીની વ્યાખ્યાઓ | TET, TAT, HTAT Material”

Leave a Comment

error: Content is protected !!